Monday, 15 October 2018

ગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે

ગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે




વિક્રમ ઠાકોર: ગામ – ફતેહપુર
વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરા ગામના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. વિક્રમ ઠાકોર શરૂઆતમાં ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી “એકવાર પિયુને મળવા આવજે “ ફિલ્મ કરી જે સફળ રહી. ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.


તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે. આ સિવાય તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના ‘સુપર સ્ટાર’ ગણાવ્યા છે. વિક્રમ ઠાકોર હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે.

ગીતા રબારી: ગામ – તપ્પર
31-12-1996ના રોજ જન્મેલી ‘કચ્છી કોયલ’ તરીકે જાણીતી ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે.

માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે જે ગીતો ગયા છે તેમાં રોણા શેરમા અને એકલો રબારી આ બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે એક ગરબાનો આલ્બમ કર્યો છે.

ગમન સંથલ: ગામ – સાંથલ
એક એવા કલાકાર જેણે પોતાના મીઠા અવાજથી પુરા ગુજરાતને ઘેલું લગાડ્યું, અને રબારી સમાજનું રતન એવા ગમન સંથલ મહેસાણા જીલ્લાના સાંથલ ગામના વતની છે. જે ગાયક, ગીતકાર, અને ભુવાજી છે. તેઓ રબારી સમાજના ખુબજ લોક પ્રિય ગાયક કલાકાર છે. તેઓ પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લખાવે છે. તેમના પત્નીનું નામ મીતલબેન છે અને તેને ૩ બાળકો છે.

કિંજલ દવે: ગામ  – જેસંગપુરા

ચાર ચાર બંગડીવાળી ગાડી ‘ થી ફેમસ કિંજલ દવે મીઠા સ્વર સાથેની ગુજરાતી ગાયિકા છે. કિંજલ દવેનો જન્મ વર્ષ 1999 માં બનાસકાંઠા જીલ્લામાં થયો હતો. કિંજલના પિતા અમદાવાદમાં ડાયમંડનું કામકાજ કરે છે. તેમનું વતન પાટણ છે અને તેઓ જેસંગપુરા ગામના વતની છે પરંતુ તેઓ અમદાવાદમાં તેમના માતા-પિતા અને નાના ભાઇ સાથે રહે છે.

જ્યારે કિંજલ 7 વર્ષની હતી ત્યારથી તે સંગીતમાં રસ ધરાવતી હતી. તે વખતે તેના પિતા અને કાકાએ ગુજરાતી ગીતો લખ્યાં હતાં. સંગીતના પ્રેમી પિતા અને કાકા મનુભાઈ રબારીને તેમની સંગીત કારકિર્દી શરૂ કરવા માટે કિંજલ દવે તેણી નાની ઉંમરે તેણીના લેગગિટ આલ્બમ ‘જાનદિયો’ સાથે પ્રખ્યાત થઈ હતી. કિંજલે 100 થી વધુ આલ્બમ કર્યા છે કિંજલ વાર્ષિક 200 કરતાં વધુ કાર્યક્રમો પ્રદાન કરે છે. દેશવિદેશમાં વસતા ગુજરાતીઓમાં કિંજલ દવેની લોકપ્રિયતા છે.

ગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે

ગુજરાતના પ્રખ્યાત કલાકાર ક્યાં ગામના છે અને જાણો તેમના જીવન વિશે વિક્રમ ઠાકોર: ગામ – ફતેહપુર વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહ...